દિલ્હીમાં CJP નેતાઓની ધરપકડ, જંતર-મંતર પર વિરોધનો મામલો

દિલ્હીમાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનના મામલે કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદેને કોર્ટે પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હી પોલીસે 13 ઓક્ટોબરે ત્રણેયને જંતર-મંતરથી કસ્ટડીમાં લીધા હતા. આજે સવારે તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ન્યાયિક કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો હતો. CJPની કાનૂની ટીમના પ્રમુખ રત્ના સિંહના જણાવ્યા મુજબ, ત્રણેય પર પરવાનગી વિના પ્રવેશવા, બોન્ડની શરતોનો ભંગ કરવા અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવાના આરોપો છે. બેરિકેડિંગ અને દરવાજા બંધ હોવા છતાં પ્રદર્શનકારીઓ અંદર પહોંચ્યા હોવાનો આરોપ છે. ત્રણેયને તિહાર જેલમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.




