મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ભાજપ નેતા ડો. કાનાબારનું Tweet સોશિયલ મીડિયામાં વાયરલ, "ચુનાવ હૈ પર જનતા ગાયબ હૈ"

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે અમરેલીના ભાજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે અમરેલીના ભાજપના પીઢ નેતા ડો. કાનાબારનું એક ટ્વીટ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ડો. કાનાબારે ચૂંટણીના નીરસ માહોલ અંગે વેદના વ્યક્ત કરતા લખ્યું છે કે, "ચુનાવ હૈ પર જનતા ગાયબ હૈ." જાહેર જીવનના 40 વર્ષના અનુભવને ટાંકતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ક્યારેય આવી ઉદાસીનતા જોવા મળી નથી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે આ નીરસતા પાછળનું કારણ મેદાનમાં તીવ્ર હરીફાઈનો અભાવ છે કે પછી મતદારોમાં વ્યાપેલી નિરાશા?  

આ સમાચાર શેર કરો