VIDEO: વેસ્ટ કલેક્શન વાહનોમાં કચરાની જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના ઝંડા
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વિભાગની બેદરકાર
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન વિભાગની બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નગરપાલિકાના કચેરીના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ કલેક્શન વાહનોમાં કચરાની જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના ઝંડા જોવા મળ્યા, જેના કારણે વિવાદ ઊભો થયો છે. ચૂંટણી દરમિયાન લગાવવામાં આવેલા આ ઝંડા પક્ષોને પરત સોંપવાને બદલે વેસ્ટ કલેક્શન વાહનોમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.




