VIDEO: વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓના કથની અને કરણીમાં મોટો તફાવત
વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ગીતાબેન

વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને ચેરમેન વર્ષાબેન વ્યાસે હોદ્દો સંભાળતા જ વિવાદ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને બાજુએ મૂકી, ત્રણેય પદાધિકારીઓ અલગ-અલગ લાઈટવાળી સરકારી ગાડીઓમાં સવાર થઈ પાલિકા પહોંચ્યા હતા. પટાંગણમાં તેમનું ભવ્ય આતશબાજી સાથે સ્વાગત કરાયું હતું.
જોકે, નવાઈની વાત એ છે કે એકબાજુ અલગ ગાડીઓનો ઉપયોગ કર્યો અને બીજીબાજુ નિવેદન આપ્યું કે તેઓ સરકારી વાહનોનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરશે અને બિનજરૂરી પેટ્રોલ-ડીઝલનો બગાડ અટકાવશે. આમ, પદાધિકારીઓના કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળતા ચર્ચા જાગી છે.




