મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલી તાલુકા સેવા સદનમાં પીવાના પાણીની અછતનો મુદ્દો ભારે ગરમાયો, પ્રાંત અધિકારી-મામલતદારને લેખિત રજૂઆત

વડોદરાના સાવલી તાલુકા સેવા સદનમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછતનો મુદ્દો ભારે ગરમાયો છે. તાલુકા પંચાયતના સભ્ય અને એડવોકેટ જયેશ બાકરોલા દ્વારા આ ગંભીર સમસ્યા અંગે પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સેવા સદનમાં રોજ હજારો નાગરિકોની અવરજવર હોવા છતાં અહીં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધા નથી, જેના કારણે અરજદારો અને સ્થાનિકો ભરગરમીમાં તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. ધોરણ 10 અને 12ના પરિણામો બાદ હાલ વિવિધ દાખલાઓ કઢાવવા માટે વિદ્યાર્થીઓની ભીડ પણ નોંધપાત્ર રીતે વધી છે. આ સ્થિતિને ધ્યાને રાખી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પાણીની યોગ્ય

વડોદરાના સાવલી તાલુકા સેવા સદનમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછતનો મુદ્દો ભારે ગરમાયો છે. તાલુકા પંચાયતના સભ્ય અને એડવોકેટ જયેશ બાકરોલા દ્વારા આ ગંભીર સમસ્યા અંગે પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે સેવા સદનમાં રોજ હજારો નાગરિકોની અવરજવર હોવા છતાં અહીં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધા નથી, જેના કારણે અરજદારો અને સ્થાનિકો ભરગરમીમાં તરસ્યા રહેવા મજબૂર બન્યા છે. ધોરણ 10 અને 12ના પરિણામો બાદ હાલ વિવિધ દાખલાઓ કઢાવવા માટે વિદ્યાર્થીઓની ભીડ પણ નોંધપાત્ર રીતે વધી છે. આ સ્થિતિને ધ્યાને રાખી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે રજૂઆતની એક નકલ વડોદરા કલેક્ટરને પણ મોકલી તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે.

આ સમાચાર શેર કરો