મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ભીંડ હોસ્પિટલ દુર્ઘટના: SNCU વોર્ડની છત ધરાશાયી, શિશુ સહિત 4 ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ,જ્યાં જિલ્લા હ

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી ,જ્યાં જિલ્લા હોસ્પિટલના SNCU  વોર્ડની છતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ અને એક નવજાત બાળકને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ હતો .ઘટના સમયે વોર્ડમાં અનેક દર્દીઓ અને તેમના પરિજનો હાજર હતા, જેના કારણે હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડી સારવાર આપવામાં આવી હતી . હોસ્પિટલના વહીવટીતંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી અને અન્ય નવજાત શિશુઓને સુરક્ષિત સ્થાને ખસેડ્યા હતા .સરકારી હોસ્પિટલની નબળી જાળવણી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો . હાલ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો