મુખ્ય સામગ્રી પર જાઓ

Video: બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ 90% ભરાયો, રેડ સિગ્નલ જાહેર

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં વરસાદી પાણીના કારણે પાણીનું સ્તર 90% સુધી પહોંચી ગયુ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં વરસાદી પાણીના કારણે પાણીનું સ્તર 90% સુધી પહોંચી ગયું છે, જેના કારણે રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. ડેમનું રૂલ લેવલ 601.90 ફૂટ છે, જ્યારે હાલનું સ્તર 600.55 ફૂટ નોંધાયું છે. આ ડેમ  બનાસ નદી પર બનાવવામાં આવ્યો છે. જેની કુલ ક્ષમતા 393.62 મિલિયન ક્યુબિક મીટર છે અને તે 111 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. 

હાલ ડેમમાં 1808 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જ્યારે જાવક 0 ક્યુસેક છે. આ સ્થિતિને કારણે નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને તકેદારી રાખવા અપીલ કરી છે, જેમાં નદીકિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપી છે. 

આ સમાચાર શેર કરો