મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધાંગધ્રામાં ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર તંત્રની તવાઈ, 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ફટાકડાની હા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ફટાકડાની હાટડીઓ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલાં તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ અને સીલિંગ

પ્રાંત અધિકારીના નેતૃત્વ હેઠળ ટીમે શહેરમાં હોલસેલ અને રિટેલ ફટાકડાના સ્ટોલ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન લાયસન્સ વગરની દુકાનો અને ફટાકડા સ્ટોરની હાટડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી.

કાર્યવાહીના ભાગરૂપે, ધ્રાંગધ્રાના રાજકમલ ચોક વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન ₹1.50 લાખની કિંમતનો ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તંત્ર દ્વારા ગેરકાયદેસર ફટાકડાના વેચાણ અને સંગ્રહ સામે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાહેર સુરક્ષા જળવાઈ રહે અને તહેવાર દરમિયાન કોઈ જાનહાનિ ન થાય માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો