મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં આભ ફાટ્યુું: લાઠમાં 12 ઈંચ, અને દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આગામી બે દિવસ રાજ્યમા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આગામી બે દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, દ્વારકા જિલ્લો અને નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. 

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં 12 ઈંચ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપલેટાના લાઠ ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદને કારણે લાઠ ગામ સાથે સંપર્ક પણ તૂટ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતા વાહાન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.

પીપળીયામાં 6 ઈંચ વરસાદ

તો બીજી તરફ રાજકોટ જિલ્લાના જ પીપળીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

કલ્યાણપુર પંથકમાં 11 ઈંચ વરસાદ

દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો.જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આભ ફોટયા જેવી સ્થિતિ સર્જાઈ. કલ્યાણપુુર પંથકમાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે કલ્યાણપુરા વરસાદના પગલે ભાટિયા, દેવરિયા, લાંબા, હર્ષદ, રાવલ સહિતના વિસ્તારોના માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે સ્થિતિ સર્જાઈ હતી.

આ સમાચાર શેર કરો