VIDEO: અમદાવાદના ખોડિયારનગરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, દારૂ પીવાની ના પાડતા તલવારથી તોડફોડ
VIDEO: અમદાવાદ શહેરમાં ધીમ
VIDEO: અમદાવાદ શહેરમાં ધીમે પણ મક્કમ ગતિ ક્રાઈમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દારૂબંધી ધરાવતું રાજ્ય હોવા છતાં અમદાવાદ શહેરમાં છડેચોક દારૂ પીવાય છે. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ખોડિયારનગર વિસ્તારમાં દારૂ પીવાની ના પાડતા એક સિનિયર સિટીઝન પર હુમલો કરવામાં આવ્યો હતો. દારૂ પીતા મને કેમ રોક્યો કહીંને અસામાજિક તત્વ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સોડાની દુકાન ધરાવતા સિનિયર સિટીઝને અસામાજિક
તત્વને દારૂ પીવાની મનાઈ કરતા આ શખ્સ ખુલ્લેઆમ તલવાર વડે હુમલો કરી સોડાની દુકાનમાં તોડફોડ કરી હતી.
આ સમગ્ર ઘટના પાસે રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જાહેરમાં લુખ્ખા તત્વ એવા શખ્સે તલવારથી હુમલો કરતા સમગ્ર ખોડિયારનગરમાં ભયનો માહોલ છવાયો છે. જેથી આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.




