મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાની આંગણવાડી વર્કર બહેનોએ ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ઉગ્ર ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની પડતર માંગણી

સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા આંગણવાડી વર્કર બહેનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા બે મહિનાથી આ બહેનો પગાર વધારા અને ઓનલાઇન કામગીરી બંધ કરવાની માંગ સાથે અનેક કાર્યક્રમો કરી વિરોધ નોંધાવી રહી છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય ન લેવાતા આખરે તેમણે ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલાં જ વ્યક્ત થયેલી આ નારાજગીને પગલે આંગણવાડી કાર્યકરોએ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સરકાર સામે જંગ છેડ્યો છે. અનેક રજૂઆતો છતાં અવગણના થતાં બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર આગામી ચૂંટણીના પરિણામો અને મતદાનની પ્રક્રિયા પર પડી શકે તેમ છે.

આ સમાચાર શેર કરો