VIDEO: ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનોની ન્યૂડ વીડિયો કોલથી હેરાનગતિ
VIDEO: ભરૂચ જિલ્લાની વિવિધ આંગણવાડી બહેનો માટે 'સરકારી મોબાઇલ નંબર માથાના દુખા
VIDEO: ભરૂચ જિલ્લાની વિવિધ આંગણવાડી બહેનો માટે 'સરકારી મોબાઇલ નંબર માથાના દુખાવા સમાન બની ગયો છે. આઇસીડીએસ વિભાગના સરકારી મોબાઇલ નંબર પર ન્યૂડ વીડિયો કોલ કરી અજાણ્યો વ્યકતિ નગ્નતાની હદ વટાવી રહયો છે. આવા ન્યૂડ વીડિયોકોલથી ત્રાસી આંગણવાડી બહેનોએ જિલ્લા સાયબર સેલમાં ફરિયાદ કરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં 1500 જેટલી મહિલાઓ વિવિધ આંગણવાડીઓમાં ફરજ બજાવે છે. જેમાથી 50થી વધુ બહેનોને છેલ્લા દસ દિવસથી આઈસીડીએસના સરકારી નંબર પર એક જ અજાણ્યા નંબર પરથી અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ ન્યૂડ વીડિયો કોલ કરી હેરાન કરી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી એક બાદ એક આંગણવાડી બહેનોને અશ્લીલ વીડિયો કોલ આવી રહ્યો છે.
આવા જ વીડિયો કોલના કારણે પતિ-પત્ની વચ્ચે પણ ઝઘડા થતા ઘર કંકાસનું કારણ બન્યું છે. આવો બીભત્સ કોલ આવતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનને કરવામાં આવતા ઉપપ્રમુખ રાગિણી બેન પરમાર સાથે બહેનો ભરૂચ સાયબર સેલ ખાતે પહોંચી હતી અને આ બાબતે ફરિયાદ કરી વિકૃત વ્યક્તિને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.








