VIDEO: કાળઝાળ ગરમી વચ્ચે અંબાજીમાં હલ્લાબોલ, છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો
બનાસકાંઠાના સુપ્રસ
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામ પંચાયત કચેરી ખાતે મહિલાઓએ ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા 40 દિવસથી પાણી ન આવતા વોર્ડ નંબર 2 અને 3 ની મહિલાઓ રણચંડી બની હતી અને પંચાયત કચેરી પાસે માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ભર ઉનાળે પાણી માટે વલખાં મારતી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી સમયે અપાયેલા વચનો પાળવામાં પંચાયત નિષ્ફળ રહી છે. પંચાયત દ્વારા માત્ર ઠાલા આશ્વાસનો મળતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


