મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠામાં પારો 43 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત, લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ

સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો

સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સતત બીજા દિવસે પણ રસ્તાઓ બપોરના સમયે સૂમસામ જોવા મળ્યા હતા.

લોકો ગરમીથી બચવા માટે મોઢે રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે અને શેરડીના રસ તેમજ ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ધોમધખતા તાપ અને લૂના કારણે સમગ્ર જિલ્લામાં ભારે અકળામણનો માહોલ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો