VIDEO: માવઠાની આગાહી વચ્ચે વિવિધ વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા, જગતના તાતની વધારી ચિંતા
હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આજે ભરૂચ, નડિ

હવામાન વિભાગની માવઠાની આગાહી વચ્ચે આજે ભરૂચ, નડિયાદ, આણંદ અને સાવલીમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. દરમિયાન આણંદ જિલ્લામાં આજે (7 એપ્રિલ 2026ના રોજ ) વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આણંદ જિલ્લામાં અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આણંદ જિલ્લામાં ખાસ કરીને બોરસદ, પેટલાદ, આંકલાવ અને સોજીત્રા તાલુકાઓમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. જેને લઈ તમાકુ અને શાકભાજી જેવા પાક પર નુકસાનની ભીતિ ઊભી થઈ છે. હાલ તમાકુની કાપણી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે કમોસમી વરસાદ જગતના તાત એટલે કે ખેડૂતો માટે ચિંતા વધારતો બન્યો છે.
આણંદ વલ્લભ વિદ્યાનગર ભર ઉનાળે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે સવારથી વાદળ છાયું વાતાવરણ હતુ પછી બપોરે વિદ્યાનગરમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. આ કમોસામી વરસાદે લોકોની ચિંતા વધારી છે. જોકે, લોકોને ગરમીથી રાહત મળી છે. કેમ કે, ભર ગરમીની સિઝનમાં મેહુલિયાની એન્ટ્રી થઈ છે.




