VIDEO: સુરેન્દ્રનગરના ખનિજ માફિયા સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓની કથિત સંડોવણી? જાણો શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પો
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં રહેતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં કાર્બોસેલની બેફામ રીતે ચોરી થઈ રહી છે મુળી પંથકમાં પણ કાર્બોસેલની ચોરી થઈ રહી છે ત્યારે આ સમગ્ર બાબતે પોલીસની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.
લીમડી DYSP અને સુરેન્દ્રનગર DYSP સંપર્કમાં હોવાનું સામે આવતા ચકચાર
પ્રાંત અધિકારીના ખનીજ માફીઆઓ ઉપર દરોડા બાદ ગેરકાયદેસર ખનીજ ભરેલ ડમ્પરોને પોલીસ જ પસાર કરાવતી હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે ઝડપાયેલા ખનીજ માફીયાઓના ત્રણ મોબાઈલ જપ્તમાં લીમડી DYSP અને સુરેન્દ્રનગર DYSP સંપર્કમાં હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા ચેકિંગમાં હતા ત્યારે છેલ્લા બે મહિનાથી એક કાર તેમનો સતત પીછો કરતો હતી અને રેકી કરતી હતી જ્યાં પણ પ્રાંત અધિકારી જાય ત્યાંની વિગત આ કારમાં બેઠેલા ખનીજ માફિયાઓને પૂરી પાડવામાં આવતી હતી અને આ સમગ્ર રેકેટ ચલાવામાં આવતું હતું. સતત બે મહિના સુધી વોચ ગોઠવ્યા બાદ અંતે કારને ચોટીલા નજીકથી જપ્ત કરવામાં આવી છે અને આ કારમાં બેઠેલા બે ખનીજ માફીયાઓની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમના ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવતા સતત પોલીસના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે ખુદ પ્રાંત અધિકારીએ સમગ્ર રેકેટનો પડદાફાર્શ કર્યો છે જે જપ્ત કરેલા મોબાઈલ છે તેમાં રણજીત જડુ નામનો પોલીસ કોન્સ્ટેબલ પોતે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી અને ગાડીઓ પસાર કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું.
જોકે ત્યારબાદ જપ્ત કરેલા મોબાઈલ માંથી લીમડી DYSP અને સુરેન્દ્રનગર DYSPથી નામના સેવ કરેલા નંબર મળી આવ્યા છે પરંતુ હાલ આ તબક્કામાં તપાસ ચાલી રહી છે પ્રાંત અધિકારી દ્વારા આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે ખનીજ માફીઆઓ ડીવાયએસપીના સંપર્કમાં હોવાનું હાલ ખુદ પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે અને મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે..
ઝડપાયેલા મોબાઈલ ફોનમાંથી રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે પરંતુ હાલમાં લીમડી DYSP દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે નંબર મોબાઈલમાં સેવ કરવામાં આવ્યો છે અને ખનીજ માફિયા દ્વારા વાતચીત કરવામાં આવી છે તે મારો નંબર નથી અને મારો અવાજ પણ નથી પરંતુ હાલ આ દિશામાં પણ તપાસ ચાલુ છે ખરેખર ખનીજ માફીઆઓ ઉપર કોઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કંટ્રોલ નથી ત્યારે ખાખીને કાળો ડાઘ ફરી એક વખત આ ખનીજ માફીયાઓ એ લગાડ્યો છે..








