મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ રાજકોટમાં ACBનો મોટો સપાટો: 20 લાખની લાંચ લેતા CGSTના સુપ્રિટેન્ડેન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ ઝડપાયા

રાજકોટ: રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી કાર

રાજકોટ: રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી કાર્યવાહી કરીને ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટીયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. સીજીએસટી (CGST) વિભાગના સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર અને ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને 20 લાખ રૂપિયાની માતબર લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો અનુસાર, જીએસટી ચોરી અને ખોટા બિલ બનાવવા બાબતે થયેલી એક અરજીની પતાવટ કરવા તેમજ મોટો કેસ નહીં કરવાના બદલામાં આરોપીઓએ લાંચની માંગણી કરી હતી. આ પતાવટ માટે આરોપીઓએ અગાઉ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

ACBએ આ રીતે ગોઠવી ટ્રેપ

લાંચની માંગણી અંગે ફરિયાદ મળતા જ એસીબીએ એસટી બસ સ્ટેશન પાછળ આવેલા ક્રિએટિવ કોમ્પ્લેક્સમાં વ્યૂહાત્મક રીતે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયા અને સુપ્રિટેન્ડેન્ટ મુકેશકુમાર લાંચની રકમ સ્વીકારતા હતા, ત્યારે જ એસીબીની ટીમે તેમને દબોચી લીધા હતા.

આ સમાચાર શેર કરો