VIDEO/ ટ્રાફિક જામથી કંટાળી ભાજપના મંત્રી વિરુદ્ધ રોષે ભરાઈ મહિલા, જાણો શું કહ્યું
મહારાષ્ટ્રના વરલીમાં ભાજપ મોરચાના કાર્યક્રમ દરમિયાન મંત્રી ગિરીશ મહાજન પર એક મહિલા ગ
મહારાષ્ટ્રના વરલીમાં ભાજપ મોરચાના કાર્યક્રમ દરમિયાન મંત્રી ગિરીશ મહાજન પર એક મહિલા ગુસ્સે થઈ ગઈ હતી. રસ્તા પર ટ્રાફિક જામના કારણે મહિલાએ મંત્રી સાથે ઉગ્ર દલીલ કરી હતી અને ગુસ્સામાં કહ્યું હતું કે અહીંથી ચાલ્યા જાઓ. હવે આ બાબતે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે આ બહેને ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પાડ્યો છે.હર્ષવર્ધન સપકાલે સોશિયલ મીડિયા પર લખ્યું, મહિલા સશક્તિકરણના નામે રાજકારણ કરનારી, અનામતના મુદ્દાને આગળ ધરી મહિલાઓને ગેરમાર્ગે દોરનારી અને તેમને માત્ર રાજકીય સાધન તરીકે ઉપયોગ કરીને ખોટો નેરેટિવ ફેલાવતી ભાજપનો અસલી ચહેરો આ બહેને વરલીથી નીકળેલા મોરચાની સામે જઈને ખુલ્લો પાડી દીધો છે.




