VIDEO: દાહોદના ઢબુડી ગામે ધોળા દિવસે લૂંટની ઘટના, મરચાની ભૂકી નાંખી ચલાવી લૂંટ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું ઉદાહરણ સામે આવ્યું છએ. દાહોદમાંથી ખા
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાનું ઉદાહરણ સામે આવ્યું છએ. દાહોદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં દાહોદના સિંગવડ તાલુકાના ઢબુડી ગામે ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. સોના-ચાંદીનો વેપાર કરતા એક વેપારી પોતાના ઘરે મોટીબાંડીબાર તરફ જતા હતા, ત્યારે ચોરોએ કારને રસ્તા વચ્ચે ઉભી રાખીને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારે બાદ મરચાની ભૂકી નાખી લૂંટ ચલાવી હતી.
બન્ને શખ્સોને પોલીસને સોંપ્યા
જોકે ઘટનાસ્થળ પર લોકો હાજર હતા ત્યારે ટોળાએ બે શખ્સોને ઝડપ્યા હતા. ત્યારબાદ બન્ને શખ્સોને પોલીસને સોંપ્યા હતા. રણધીકપુર પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. જોકે કેટલાની લૂંટ થઈ છે તે અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.








