VIDEO: અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે રિક્ષા ભુવામાં ખાબકી
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના ખ
ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના ખોખરા-હાટકેશ્વર ઓવરબ્રિજ પાસે એક રિક્ષા ભુવામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બંધ પડેલા ઓવરબ્રિજની પાસેના માર્ગ પર રિક્ષાનું આગળનું ટાયર ફાટી જતાં તે નિયંત્રણ બહાર થઈને ભુવામાં પડી ગઈ, જેના કારણે કાચ તૂટવાથી રિક્ષાને ભારે નુકસાન થયું. ઘટનાનો અવાજ સાંભળીને નજીકના દુકાનદારો અને વાહનચાલકો દોડી આવ્યા અને રિક્ષા તળે દબેલા ચાલકને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો.




