મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારાઓ સામે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો

ઠાકોર સમાજના બંધારણન

ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરનારાઓ સામે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નિયમો તોડવા બદલ અલગ-અલગ ત્રણ પરિવારોને સમાજની બહાર કરી દેવાયા છે. હારીજમાં ઠાકોર સમાજના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગમાં પ્રતિબંધ હોવા છતાં DJ અને રાસગરબાનું આયોજન કરીને સમાજનું બંધારણ તોડવામાં આવ્યું હતું. આ સિવાય અડિયા ગામ અને કુરેજા ગામમાં પણ લગ્ન પ્રસંગો દરમિયાન પરિવારો દ્વારા સમાજના નિયમોનો ભંગ કરાયો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને આજે વિવિધ ગામોમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે બંધારણનો અનાદર કરનારા આ ત્રણેય પરિવારોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે અને તેમને સમાજના તમામ પ્રકારના વ્યવહારો તથા સંબંધોમાંથી તાત્કાલિક અસરથી દૂર રાખવામાં આવશે.

આ સમાચાર શેર કરો