મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Patanમાં પશુપાલકોની દબંગગીરી; નગરપાલિકાના કર્મચારીઓ પર લાકડીઓ ઉગામી પકડેલી ગાયો છોડાવી ગયા

પાટણ શહેરમાં રખડતા ઢોરોના માલિકોની દબંગગીરી અને કાયદાના રીતસરના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો

પાટણ શહેરમાં રખડતા ઢોરોના માલિકોની દબંગગીરી અને કાયદાના રીતસરના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે.. શહેરમાં રસ્તે રખડતા પશુઓને ડબ્બે કરવાની નગરપાલિકાની કામગીરી દરમિયાન પશુમાલિકોએ ભારે અડચણ ઊભી કરી હતી. શહેરના પિંજારકોટ વિસ્તારમાંથી ઢોર ડબ્બાના કર્મચારીઓએ પકડેલી ગાયોને પશુપાલકો ભારે દાદાગીરી અને ધાકધમકી આપીને છોડાવી ગયા હતા.  જાહેર રોડ ઉપર નગરપાલિકાના કર્મચારીઓ સામે પશુપાલકો લાકડીઓ ઉગામી હુમલો કરવાનો પ્રયાસ કરતા હોય તેવો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પશુમાલિકોને હવે કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેઓની આવી દબંગગીરીના કારણે સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.

આ સમાચાર શેર કરો