VIDEO: Patan / કાળઝાળ ગરમી વચ્ચે APMCમાં ખેડૂતો અને શ્રમિકો માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ
પાટણમાં કાળઝાળ ગરમીને લઈને લોકો પરેશાન છે. ત્યારે એપીએમસીમાં કાળઝાળ

પાટણમાં કાળઝાળ ગરમીને લઈને લોકો પરેશાન છે. ત્યારે એપીએમસીમાં કાળઝાળ ગરમીથી સામાન્ય જનતા અને શ્રમિકોને રાહત આપવા માટે વેપારીઓએ નિઃશુલ્ક ઠંડી મસાલા છાશનું વિતરણ શરૂ કર્યુ છે. જેના કારણે માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, મજૂરો અને સફાઈ કામદારો માટે ગરમીથી રાહત મળશે. પ્રથમ દિવસે જ 300 લિટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી ગરમીના પ્રકોપમાંથી રાહત નહીં મળે, ત્યાં સુધી આ સેવા અવિરત ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે.
