મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Patan / કાળઝાળ ગરમી અને લૂ બાદ સાંજે વાતાવરણ પલટાયું; વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

પાટણમાં લાંબા સમયથી અનુભવાઈ રહેલી સખ્ત ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્ય

પાટણમાં લાંબા સમયથી અનુભવાઈ રહેલી સખ્ત ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દિવસભર લૂ લાગે તેવા ગરમ પવનો ફૂંકાયા બાદ સાંજ પડતા જ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ફેરફારને કારણે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લાંબા સમય બાદ લોકોએ ગરમીમાંથી સુખદ છુટકારો અનુભવ્યો છે.

આ સમાચાર શેર કરો