VIDEO: પાનમ ડેમના 5 દરવાજા સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા

પાનમ ડેમમાં પાણીની સતત આવકને કારણે ડેમના પાંચ દરવાજા સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 49 હજાર 50&n

પાનમ ડેમમાં પાણીની સતત આવકને કારણે ડેમના પાંચ દરવાજા સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 49 હજાર 50  ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે.ઉપરવાસમાંથી 45 હજાર 713 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળસપાટી 127 પોઈન્ટ 25 મીટરે પહોંચી છે, જે ભયજનક સ્તર 127 પોઈન્ટ 41 મીટરની નજીક છે.રૂલ લેવલ જાળવવા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.આગામી દિવસોમાં પાણીની આવક અને છોડાયેલા પાણીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. પાનમ વિભાગે નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા એલર્ટ જારી કર્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત