VIDEO: સુરતમાં ગોગો પેપરનું વેચાણ કરનાર 18 પાનના ગલ્લા વિક્રોતાઓની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

સુરતના ઝોન 4 પોલીસ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા પાનના ગલ્લા વિક્રેતાઓ સામે

સુરતના ઝોન 4 પોલીસ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા પાનના ગલ્લા વિક્રેતાઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ગાંજા જેવા કેફી પદાર્થોના સેવન માટે વપરાતા ગોગો પેપરનું વેચાણ કરનાર અને અન્ય નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનાર કુલ 18 જેટલા પાન ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરત SOG પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લાલઆંખ કરી છે. ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા 'ગોગો પેપર'નું ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતાઓ પર SOG ટીમે દરોડા પાડ્યા છે.

જાહેરાત

સિટીલાઈટના પાનના ગલ્લાઓ પર SOGએ દરોડા પાડ્યા

ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતની SOGની ટીમે ઉધના-મગદલ્લા રોડ પર આવેલા ઓનલાઈન ગ્રોસરી વિક્રેતાના ગોડાઉન પર રેડ કરી હતી.સુરતના સિટીલાઈટના પાનના ગલ્લાઓ પર SOGએ દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અલગ અલગ પ્રકારના હુક્કાઓ પણ ચેક કરવામાં આવ્યા હતા,

પોલીસે સ્થળ પર તમામ જરૂરી ચકાસણી હાથ ધરી

પોલીસે સ્થળ પર તમામ જરૂરી ચકાસણી હાથ ધરી હતી અને ગોગો પેપરના વેચાણ અંગેની વિગતો મેળવી હતી.ગોગો પેપરનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હોવાથી પોલીસે આ ગેરકાયદેસર વેચાણની ચેઈનને તોડવા માટે સઘન તપાસ શરૂ કરી છે. SOGની આ કાર્યવાહીથી ઓનલાઈન માધ્યમથી નશાકારક વસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

 છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઉમરા, અઠવા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા સહિત છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે ગોગો પેપર, હુક્કો ચારકોલનું ગેરકાયદે વેચાણ અને જુએનૈલ એક્ટ હેઠળ તમાકુ વેચાણ સામે પગલાં લીધાં છે.

ગોગો પેપરનું વેચાણ કરવું ગેરકાયદેસર નથી

પોલીસના જણાવ્યા અનુસાર, ગોગો પેપરનું વેચાણ કરવું ગેરકાયદેસર નથી, પરંતુ બિલ વગર વેચાણ કરનારા અને અન્ય નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. આ કાર્યવાહીનો હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત