મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું, તાપી નદી બે કાંઠે

તાપી જિલ્લામાં આવેલા ગુજરાતના બીજા સૌથી મોટા ઉકાઈ ડેમમાંથી 1 લાખ 63 હજાર 148 ક

તાપી જિલ્લામાં આવેલા ગુજરાતના બીજા સૌથી મોટા ઉકાઈ ડેમમાંથી 1 લાખ 63 હજાર 148 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે તાપી નદી બે કાંઠે વહે છે. હાલ ડેમની સપાટી 337.90 ફૂટ પર પહોંચી છે, અને તે 83.41 ટકા ભરાઈ ગયો છે, જે દક્ષિણ ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર છે. 

ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. આવકની સમકક્ષ જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેથી ડેમનું જળસ્તર નિયંત્રણમાં રહે.

આ સમાચાર શેર કરો