VIDEO : સુરતમાં 'વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ'નો પ્રારંભ, રિવર્સ બાયર-સેલર મીટ આકર્ષણનું કેન્દ્ર
સુરતના હજીરા સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે.
સુરતના હજીરા સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો ઉમટી પડ્યા છે.આ કોન્ફરન્સના મુખ્ય આકર્ષણ તરીકે રિવર્સ બાયર-સેલર મીટ યોજાઈ રહી છે, જેમાં યુકે, ઓસ્ટ્રેલિયા અને યુએઈ સહિત 15 દેશોના 45થી વધુ વિદેશી ખરીદદારો ભાગ લઈ રહ્યા છે. FIEO દ્વારા આયોજિત આ પહેલથી સુરતના ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્મા અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોના MSME નિકાસકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સીધી તકો મળશે.




