મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદને પગલે શાકભાજી મોંઘા: આવક ઘટતાં ભાવ આસમાને

તાજેતરમાં પડેલા વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતાં બજારમાં ભાવ ઉચકાયા છે. ખાસ કરીને આદ

તસવીર: gstv

તાજેતરમાં પડેલા વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતાં બજારમાં ભાવ ઉચકાયા છે. ખાસ કરીને આદુના ભાવ પ્રતિ કિલો ૧૩૦ થી ૧૭૦ સુધી પહોંચી ગયા છે. APMCના સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું કે, આગામી દિવસોમાં નવા આદુની આવક શરૂ થતાં ભાવ ઘટવાની શક્યતા છે. વરસાદી નુકસાનને લીધે અન્ય શાકભાજી પણ મોંઘા થયા છે; જેમ કે કોથમીર ૫૦ થી ૮૦, કારેલા  ૩૦ થી ૮૦, ટીંડોળા ૨૫ થી ૧૦૦ અને ભીંડા ૨૦ થી ૬૦ સુધી વેચાઈ રહ્યા છે. એક જ સપ્તાહમાં ભાવો વધતાં ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધ્યો છે.

આ સમાચાર શેર કરો