મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: વટવામાં યુવાનને માર મારીને હથિયારધારી શખ્સો પરિણીતાને ઉઠાવી ગયા, CCTVમાં દ્રશ્યો કેદ

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના વટવા વિસ્

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદના વટવા વિસ્તારમાં ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ 2 નામના ફલેટમાંથી મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સ્કોર્પીયો અને રિક્ષામાં હથિયારધારી શખ્સો આવ્યા હતા. પહેલા આ શખ્સોએ પરિણીતાના પતિને માર માર્યો, ત્યારબાદ મહિલાનું કર્યું અપહરણ

પરિણીતાના પતિને માર માર્યો, ત્યારબાદ મહિલાનું કર્યું અપહરણ

આઠથી વધુ લોકો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ છે. અપહરણકારો હાથમાં હથિયાર અને મોંઢે રૂમાલ બાંધીને આવ્યા હતા.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મહિલાએ થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં.મહિલાના પતિએ વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો