Video: ITના દરોડા મામલે વસંત ગજેરાનું નિવેદન, કહ્યું- અમે સતત નિયમો પ્રમાણે જ કામ કર્યું
સુરતના ગજેરા બંધુઓ પર આઈટીના દરોડા મામલે વસંત ગજેરાનું નિવેદન આવ્યું છે. વસંત ગ

સુરતના ગજેરા બંધુઓ પર આઈટીના દરોડા મામલે વસંત ગજેરાનું નિવેદન આવ્યું છે. વસંત ગજેરાએ કહ્યું કે, અમે ૫૩ વર્ષથી અમે કંપની ચલાવી રહ્યા છીએ. આઈટીએ ૧૧૦ લોકોની ટીમ સાથે ૨૭ જેટલા લોકેશન ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ અને 6 દિવસ દરોડા દરમિયાન નાના-મોટા કાગળ આઈટીની ટીમ લઈ ગઈ છે. ભવિષ્યમાં પણ અમે તેમને જરૂર મુજબ પુરાવા રજુ કરી જવાબ આપીશું. આઈટીના કર્મચારીઓએ તેમની ફરજ અદા કરી છે અને અમે સતત નિયમો પ્રમાણે જ કામ કર્યું છે.




