VIDEO : વડોદરા દુષ્કર્મ કેસમાં આરોપી અશરફ વિરુદ્ધ લવ જેહાદના એંગલથી તપાસ કરશે પોલીસ, જુઓ શું કહ્યું DCPએ
Vadodara Rape Case : વડોદરાના ગોરવા વિસ્તારમાં સુભાનપુરામાં આવેલી આધાર

Vadodara Rape Case : વડોદરાના ગોરવા વિસ્તારમાં સુભાનપુરામાં આવેલી આધાર હોસ્પિટલમાં કામ કરતી નર્સ પર સાથી કર્મચારી મુસ્લિમ યુવકે કરેલા દુષ્કર્મ કેસમાં DCP જુલી કોઠીયાએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ કેસમાં આરોપી મુસ્લિમ યુવક અશરફ ચાવડા વિરુદ્ધ લવ જેહાદના એંગલથી તપાસ કરશે.
DCP જુલી કોઠીયાએ કહ્યું કે આરોપી અશરફ ચાવડા 28 વર્ષનો છે અને પરિણીત છે. તે મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનો છે અને છેલ્લા 10 વર્ષથી આધાર હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે. સાથે કામ કરતી નર્સ પર દુષ્કર્મના કેસમાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે પોલીસ લવ જેહાદના એંગલથી પણ તેની સામે તપાસ કરશે.
આ સાથે DCP જુલી કોઠીયાએ કહ્યું કે નર્સ પર દુષ્કર્મની આ ઘટના ગત 15 જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે બની હતી. આ ઘટનામાં CCTVમાં હજી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ કેસમાં ભોગ બનનાર યુવતીને ડોકટરોએ ઘટના બાદ મદદ કરી છે કે નહીં તે અંગે ડોકટરોની પણ પૂછપરછ કરવામાં આવશે.






