VIDEO: વડોદરાની નારાયણ વિદ્યાલય શાળાની દિવાલ ધરાશાયી થતાં એક વિદ્યાર્થી નીચે પટકાયો
વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બ

વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલય શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ છે, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ દિવાલ જે ધરાશાયી થઈ છે, ત્યાં ધોરણ -7નો વર્ગ હતો, અને વિદ્યાર્થીઓ ત્યાં ભણતાં હતા.
શાળાને ખાલી કરાવામાં આવી
શાળાને ખાલી કરાવાવમાં આવી હતી. શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કામ શરૂ કર્યું હતું. ઘટના પછી શાળાને ખાલી કરી દેવામાં આવી છે. દિવાલ રહેણાંક વિસ્તારમાં પડી હતી. મળતા અહેવાલ પ્રમાણે જે વિદ્યાર્થી નીચે પટકાયા છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક વિદ્યાર્થીને ઈજા થઈ
વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર ગુરુકુળ નજીક આવેલી નારાયણ સ્કૂલમાં એકાએક બાજુના ભાગની લોબી તેમજ દીવાલનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થીને ઈજા થઈ હતી. જ્યારે ત્રણથી ચાર સાયકલ દબાઈ હતી. જો આ વખતે સાયકલ લેવા માટે વિદ્યાર્થીઓ આવ્યા હોત તો ગંભીર જાનહાનિ થવાનો ભય હતો.




