મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરાની યુવતીએ જાતે જ ફિનાઈલ પીને હુમલાનો ખોટો ખેલ રચ્યો, સીસીટીવીએ ખોલી પોલ

વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત પાણીગેટ ફાયર સ્ટેશન બહાર યુવતી પર હુમલાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છ

વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત પાણીગેટ ફાયર સ્ટેશન બહાર યુવતી પર હુમલાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બે દિવસ અગાઉ બનેલી ઘટનામાં યુવતી અક્ષા અસ્લમ બોડીવાલાએ જાતે જ સ્ટન્ટ રચ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ મુજબ યુવતી પોતાના પ્રેમી સાથે વાતચીત કર્યા બાદ ઘરે લાવવામાં આવેલ ફિનાઈલ પીતી જોવા મળી હતી. પોલીસે જણાવ્યું કે યુવતીએ બજારમાંથી ચપ્પુ ખરીદ્યું હતું, પરંતુ જાતે ઈજા કરવાની હિંમત ન થતાં શરીર પર નખના નિશાન કર્યા હતા. બાદમાં પોલીસ અને તબીબોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પાણીગેટ પોલીસે પરિવારના આક્ષેપોનો પર્દાફાશ કર્યો છે.

આ સમાચાર શેર કરો