VIDEO: માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ના ખરીદાતા ખેડૂતોનો હોબાળો
કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે. મગફળીની ખરીદીમાં ટેક
કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની જિદ્દ સાથે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ જિદ્દ કરી મગફળીની હરરાજી બંધ કરાવી દીધી હતી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હાલ 1000થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. પરંતુ ખેડૂતોએ માર્કેટયાર્ડ દ્વારા ઉઘાડી લૂંટ કરાતી હોવાનો આક્ષેપ કરી સરકારનાં ટેકાના ભાવ 1356 મુજબ હરરાજી કરવા માંગ કરાઈ હતી.
આ પણ વાંચોઃ VIDEO: રાજકોટમાં ટાબરીયા ગેંગનો તરખાટ, BMW, MERCEDES જેવી મોંઘીદાટ કારના લોગોની ચોરી
ખેડૂતોને ટેકાના ભાવ મળી નથી રહ્યા એ હકિકત બની રહી છે. સરકાર ભલે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે. ટેકાના ભાવની જાહેરાતો કરીને મોટા બણગાં ફૂંકે પરંતુ હકિકત એ છે કે ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈને બજારમાં જાય છે તો તેમની મગફળી ટેકાથી નીચા ભાવે ખરીદાય છે. એ પણ હકિકતનો આ બોલતો પુરાવો છે.




