VIDEO: રાજકોટમાં ટાબરીયા ગેંગનો તરખાટ, BMW, MERCEDES જેવી મોંઘીદાટ કારના લોગોની ચોરી
રાજકોટમાં નાના ટાબરિયાઓની એક ગેંગ છેલ્લા 1 સપ્તાહથી સક્રિય થઈ છે. લગભગ બે સોસાયટીના મળીને
રાજકોટમાં નાના ટાબરિયાઓની એક ગેંગ છેલ્લા 1 સપ્તાહથી સક્રિય થઈ છે. લગભગ બે સોસાયટીના મળીને કુલ 15થી વધુ મોંઘીદાટ કારના લોગો- સિમ્બોલની ચોરી કરી છે. આ સિમ્બોલનું તેઓ 15થી 35 હજાર રૂપિયામાં વેચાણ કરી રહ્યા છે. સોસાયટીમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ પણ આ ગેંગને પકડવા સક્રિય થઈ છે.
જણાવી દઈએ કે, રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી મોંઘીદાટ કારના લોગોની ચોરી થતી હતી. પરંતુ ચોર પકડાતા નહોતા. પરંતુ હાલમાં એક સોસાયટીના સીસીટીવી ફૂટેજ થી ટાબરીયા ગેંગનો ઘટસ્ફોટ થયો છે. આ ગેંગના છોકરાઓ મોંઘીદાટ કારના લોગોની ચોરી કરી રહ્યા છે. સાંઈ નગર, જગન્નાથ સોસાયટીમાંથી 15 મોંઘીદાટ કારના લોગોની ચોરી કરી ચૂક્યા છે.
આ પણ વાંચોઃ VIDEO: સોમનાથમાં અદ્ભૂત અમૃતવર્ષા યોગ, ચંદ્ર-ધ્વજદંડ, ત્રિશુલ અને જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં ગોઠવાયા
આ ટાબરિયાઓ મોંઘીદાટ કારના લોગો 15 થી 35 હજારમાં વેચતા હોવાની ચર્ચા છે. ટાબરીયા ગેંગ સીસીટીવીમાં થઈ કેદ છે. આ ગેંગના છોકરાઓ બપોરના સમયે કોઈ બહાર ન હોય ત્યારે ચોરીને અંજામ આપતા હતા. BMW, MERCEDES સહિતની કરોડો રૂપિયાની મોંઘીદાટ કારમાંથી લોગો ચોરી કરવામાં આવે છે.






