મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વીરપુર રેલવે સ્ટેશન ખાતે અપડાઉન કરતા મુસાફરોનો હોબાળો, આ માગને લઈ અટકાવી ટ્રેન

રાજકોટના વીરપુર રેલવે સ્ટેશન ખાતે અપડાઉન કરતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એક કલાકથી વધુ સમય

સોર્સ: GSTV

રાજકોટના વીરપુર રેલવે સ્ટેશન ખાતે અપડાઉન કરતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. એક કલાકથી વધુ સમય સુધી ટ્રેન રોકી રાખી વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ–સોમનાથ ટ્રેનને અપડાઉન કરતા મુસાફરોએ અટકાવી હતી. ટ્રેન ક્રોસિંગ તેમજ ટ્રેન સમયસર ન આવવાના કારણે મુસાફરો સમયસર પોતાના ગંતવ્યે પહોંચી શકતા નથી તેવી તેમની ફરિયાદ છે.

ટ્રેનમાં કોચની સંખ્યા ઘટાડવામાં આવતા ભારે ભીડ થાય છે, તેમજ ટ્રેન એકથી બે કલાક સુધી મોડી આવતી હોવાનો મુસાફરોનો દાવો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા મુસાફરોએ હોબાળો કર્યો હતો. ઘટનાસ્થળે વીરપુર પોલીસ તેમજ આરપીએફ પોલીસ પહોંચી હતી.

આ સમાચાર શેર કરો