VIDEO: રાજ્યના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદ, શિયાળુ પાકના નુકસાનની ખેડૂતોને ચિંતા
રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે, કેટલા
રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે, કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લો, વાસંદા તાલુકો, અરવલ્લી જિલ્લો, મોડાસા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા ઠંડીમાં વધારો થયો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલ્ટો
હવામાન વિભાગની આગાહી વચ્ચે વાંસદા તાલુકામાં કમોસમી વરસાદી પડ્યો હતો.કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ, વહેલી સવારે સર્જાયું ધુમ્મસ ભર્યું વાતાવરણ
અરવલ્લી જિલ્લો
નવસારી જિલ્લો
મોડાસા જિલ્લો
નર્મદા જિલ્લો
ડાંગ જિલ્લો
શિયાળુ પાકના નુકસાનની ખેડૂતોને ચિંતા
કમોસમી વરસાદને પગલે વાંસદા તાલુકામાં થતાં નાગલી અને અન્ય શાકભાજીના પાકોને નુકસાન થવાની સંભાવના છે.ઉલ્લેખનિય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે.
અરવલ્લી અને મોડાસા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં માવઠું સર્જાયું છે. મેધરજ, માલપુર પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી બટાકા,ઘઉં અને ચણાના પાકમાં નુકશાનની ભીતી સર્જાઈ છે.પાટણમાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સિદ્ધપુર શહેરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (27 ડિસેમ્બરે) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.








