મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ભરૂચ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ, શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ

ઉનાળાના આગમન પૂર્વે પુનઃ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે.

ઉનાળાના આગમન પૂર્વે પુનઃ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે. ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં પુનઃ  કમોસમી વરસાદ થતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં પુનઃ વરસાદ થયો છે. ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને કપાસ, તુવેર અને મગ તેમજ કેરીના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેડૂતોના મતે, પાક તૈયાર થવાની કગાર પર હોય ત્યારે પડેલો વરસાદથી પાકને પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી ખેડૂત વર્ગ પુનઃ ચિંતિત બન્યો છે. બીજી બાજુ આ કમોસમી વરસાદના કારણે મગ, કેરી, તુવેર સહિતના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. કૃષિ નિષ્ણાત નિર્મલસિંહ  યાદવે જંતુનાશકના દવાના છંટકાવ સહિતની જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું છે. 

આ સમાચાર શેર કરો