મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક લુખ્ખા તત્ત્વોએ જાહેરમાં તલવારો વીંઝી

અમદાવાદમાં અસામાજીક તત્ત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં અસામાજિ

અમદાવાદમાં અસામાજીક તત્ત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્ત્વો જાહેરમાં તલવારો લઈને હુમલો કરતા જોવા મળ્યા હતા. અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા સૌથી મોટા મેગા મોલ પેલેડિયમ મોલ નજીક જાહેરમાં રાત્રે લુખ્ખા તત્ત્વો તલવારો લઈને હુમલો કરતા જોવા મળ્યાનો વિડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ VIDEO: પ્રાંતિજ નજીક ટ્રક ટેન્કરનો ગમખ્વાર અકસ્માત, ટેન્કર ચાલકનું મોત

અમદાવાદમાં લુખ્ખા તત્ત્વોને પોલીસનો કોઈ જાતનો ડર ના હોય તેમ જાહેર રસ્તા ઉપર તલવાર વડે વ્હિકલો ઉપર હુમલો કર્યો હતો. અમદાવાદમાં અસામાજિક તત્ત્વો પોલીસને પડકાર આપતા હોય તેમ જાહેરમાં પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવારો અને ડંડા વડે હુમલો કર્યો છે. જાહેર રોડ ઉપર જઈ રહેલા વાહન ચાલકોમાં પણ આ ઘટનાથી ફફડાટ વ્યાપ્યો છે. 

મળતી પ્રાથમિક વિગતો મુજબ કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાયને લઈને અદાવતમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે. બે ગાડીઓ લઈને આવેલા 10થી 12 જેટલા યુવકોએ હુમલો કર્યો હતો. વિજય ભરવાડે પ્રિન્સ જાંગીડ સહિત 10થી 12 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અગાઉ મારામારી થતા પ્રિન્સે વિજય ભરવાડ સહિતના લોકો વિરુદ્ધ સરખેજમાં ફરિયાદ નોંધાવી હતી. બંને વચ્ચે ચાલતી તકરારના પગલે તલવારો વડે હુમલાનો વિડિયો આવ્યો સામે આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે રાયોટીંગની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

જણાવી દઈએ કે અગાઉ ચાંદલોડિયા વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોએ તલવાર વડે હુમલો કર્યો હતો. રખિયાલ - બાપુનગરમાં પણ જાહેરમાં તલવાર હુમલાની ઘટનાઓ બાદ ફરી એક વખત એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક આવી ઘટના બનતાં લોકોમાં ફફડાટ છે.

આ સમાચાર શેર કરો