મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોડાસામાં દૂધના ભાવવધારા સામે પશુપાલકોનો અનોખો વિરોધ, ઢોળી દેવાને બદલે મફત વહેંચ્યું

અરવલ્લી જિલ્લાના મોડાસાના વાણીયાદ-કોકાપુર ગામના પશુપાલકોએ દૂધના ભાવ વધારાની માગણી સાથે આં

અરવલ્લી જિલ્લાના મોડાસાના વાણીયાદ-કોકાપુર ગામના પશુપાલકોએ દૂધના ભાવ વધારાની માગણી સાથે આંદોલનના ભાગરૂપે મોડાસા શહેરમાં 200 લીટર દૂધના 400 પાઉચ મફત વહેંચ્યા. દૂધનો વેડફાટ ન થાય તે માટે પશુપાલકોએ આ નવતર પહેલ કરી. પશુપાલકે મોડાસા પેલેટ બાયપાસ ચોકડી પાસે લોકોને દૂધનું વિતરણ કરી ડેરી સામે વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન દૂધ મેળવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસ્તે જતા લોકો અને આજુબાજુમાંથી દૂધ લેવા પડાપડીના દૃશ્યો સામે આવ્યા હતા.

આ સમાચાર શેર કરો