Banaskantha: અંબાજી મેળામાં 10 વર્ષના બાળકની પ્રામાણિકતા, મળેલી રકમ મૂળ માલિકને કરી પરત
અંબાજી ખાતે હાલમાં મેળો ચાલી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ વર્ષે મે
અંબાજી ખાતે હાલમાં મેળો ચાલી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. આ વર્ષે મેળામાં એક 10 વર્ષના બાળકે પોતાની પ્રામાણિકતાનો દાખલો રજૂ કરી બધાના દિલ જીતી લીધા.
સાણંદથી અંબાજી દર્શન માટે આવેલા સાહીન નામના બાળકને મેળામાં એક દુકાન નજીક રસ્તા પર એક કવરમાં 7,000 રૂપિયા મળી આવ્યા. આ નાની ઉંમરે પણ સાહીને પોતાની ઈમાનદારી દાખવી અને આ રકમ મૂળ માલિકને પરત કરી.
ઘટના એવી બની કે, સાહીનને રૂપિયા મળ્યાની થોડી જ મિનિટોમાં અંબાજીના સ્થાનિક વેપારી પ્રકાશભાઈ વ્યાસ ત્યાં આવ્યા અને જણાવ્યું કે તેમનું 7,000 રૂપિયાનું કવર આસપાસ ખોવાઈ ગયું છે. આસપાસ તપાસ કરતાં સાહીને મળેલા રૂપિયાની માહિતી મળી. પ્રકાશભાઈએ રકમની ચોક્કસ માહિતી આપતાં સાહીને કોઈપણ ખચકાટ વિના તે કવર તેમને પરત કરી દીધું.
આ ઘટનાની જાણ થતાં 51 શક્તિપીઠ સર્કલ પર આવેલા કંટ્રોલ પોઈન્ટ ખાતે સાહીનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. અધિકારીઓએ આ નાનકડા બાળકની પ્રામાણિકતાની ખૂબ પ્રશંસા કરી. સાહીનનું કહેવું છે કે તેને ખુશી છે કે તે રૂપિયા તેમના હકદાર સુધી પહોંચાડી શક્યો. પ્રકાશભાઈ વ્યાસે પણ સાહીનની ઈમાનદારીના વખાણ કર્યા અને કહ્યું કે આવા બાળકો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.





