મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજીમાં ભાદરવી મહામેળાનો બીજો દિવસ નિર્વિઘ્ને પૂર્ણ, લાખો ભક્તોએ કર્યા માતાજીના દર્શન

અંબાજીમાં ભાદરવી મહામેળાનો બીજો દિવસ નિર્વિઘ્ને પૂરો થયો છે. મહાકુંભના બીજા દિવસે 3

અંબાજીમાં ભાદરવી મહામેળાનો બીજો દિવસ નિર્વિઘ્ને પૂરો થયો છે. મહાકુંભના બીજા દિવસે 3 લાખ 58 હજાર ભક્તોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા. અત્યાર સુધીમાં  કુલ 7 લાખ 29 હજાર યાત્રિકોએ માતાજીના દર્શનનો લાભ લીધો..

ઉડન ખટોલામાં 18 હજાર 364  ભક્તોએ મુસાફરી કરી, જ્યારે 71 હજારથી વધુ યાત્રિકો બસમાં આવ્યા. 96 હજાર 147 ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો છે. 6 લાખ 13 પ્રસાદ પેકેટ અને 8 હજારથી વઝુ ચીકી પ્રસાદનું વિતરણ કરાયું છે.

મંદિરમાં 4 કિલોગ્રામ  સોનું ચઢાવવામાં આવ્યું

મંદિરમાં 4 કિલોગ્રામ  સોનું ચઢાવવામાં આવ્યું છે અને 55 લાખ 44 હજાર  રૂપિયાની આવક થઈ છે. આરોગ્ય વિભાગે 26 હજારથી વધુ લોકોને સારવાર આપી છે,  જ્યારે 1800 બાળકોને સુરક્ષા પૂરી પાડવામાં આવી. અંબાજીના માર્ગો ભક્તોની ભીડથી ઉભરાયા છે.

રાત્રિના સમયમાં સુમસામ બની જતા માર્ગો પણ ‘જય જય અંબે’ના જયઘોષથી જીવંત બન્યા છે. અંબાજી યાત્રાધામમાં બીજા દિવસે 3.58 લાખ ભક્તોએ ‘મા’ના દર્શન કર્યા છે. તેમજ બે દિવસમાં દિવસમાં દરમિયાન 7.29 લાખ ભક્તોની સંખ્યા નોંધાઈ હતી. તેમજ ભોજનમાં 49,568, ધજારોહણમાં 270, મોહનથાળના પેકેટ 2,77,750, ચીકી પેકેટ 3,712, ઉડનખટોલા યાત્રિક 8,410 જેટલા આંકડો નોંધાયો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહિવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઈભક્તોને કોઈ તકલીફ ન પડે તેનું ઘ્યાન રાખીને વિભિન્ન સુવિધાઓ કરવામાં આવી છે. વિશેષ કરીને આ વખતે મંદિર, ગબ્બર તેમજ અંબાજીના જાહેર રસ્તાઓ પર સ્વચ્છતા જળવાયેલી રહે તેની ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો