VIDEO: ઉપલેટાના સેવંત્રા ગામમાં યોજાય છે અનોખા અઠિંગો રાસ, નિહાળવા આવે છે સંખ્યાબંધ લોકો
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઠેર-ઠેર ગરબી તેમજ અર્વાચીન રાસ ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે વર્ત
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઠેર-ઠેર ગરબી તેમજ અર્વાચીન રાસ ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે વર્તમાન સમયની અંદર પ્રાચીન ગરબીઓ ઓછા પ્રમાણમાં થતી હોવાનું સામે આવતું હોય છે.
નોરતાઓ નિમિત્તે વિશેષ રૂપે ગરબીનું આયોજન
જેમાં ઘણા ખરા શહેરોની અંદર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે પણ પરંપરાગત રાસ ગરબા અને પરંપરાગત માતાજીના નોરતાઓ નિમિત્તે વિશેષ રૂપે ગરબીનું આયોજન થતું હોય છે, ત્યારે આ નવરાત્રિમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ ખાતે યોજાતી જય અંબે ગરબી મંડળના ખેલૈયાઓ દ્વારા વિશેષ રૂપે અઠિંગો રાસ રજૂ કરવામાં આવે છે.
રાસને જોવા, માણવા અને નિહાળવા કલા પ્રેમી જનતા પહોંચે છે
જે રાસને જોવા, માણવા અને નિહાળવા ધર્મપ્રેમી કલા પ્રેમી જનતા વિશેષ રૂપે આ ગરબીમાં પધારે છે ત્યારે બાળકો દ્વારા રજૂ થતા આ રાસની અનોખી વિશેષતા પણ જોવા મળે છે.
હાથમાં દોરી રાખીને રમવામાં આવે છે અઠિંગો રાસ
અઠિંગો રાસની વાત કરવામાં આવે તો અઠિંગો રાસ એ એક એવા પ્રકારનો રાસ છે જેમાં ખેલૈયાઓ એટલે કે બાળકો પોતાના હાથમાં દોરી રાખી રાસ રમે છે અને આ રાસ રમે છે તે દરમિયાન આપમેળે એવી રીતે ગોઠવણ કરી રાસ રમવામાં આવે છે કે આ દોરી ગોઠવાઈ જાય છે અને ત્યારબાદ દોરી અડધો સુધી ગૂંથાઈ ગયા બાદ ભગવાન શ્રીકૃષ્ણને આ ગૂંથેલ દોરી પરના હીચકા સ્વરૂપ સ્થાન પર બેસાડવામાં આવે છે અને ફરી આ રાસ રમવાનું શરૂ રહે છે






