મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાપીમાં બ્રિજની કામગીરી દરમિયાન ઊંડા ખાડામાં બે શખ્સો દબાયા, સ્થાનિકોમાં ભારે રોષ

વાપીના સર્કિટ હાઉસ નજીક નિર્માણાધિન બ્રિજની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજના

તસવીર: GSTV

વાપીના સર્કિટ હાઉસ નજીક નિર્માણાધિન બ્રિજની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજના પિલર માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં અચાનક ભૂસ્ખલન થતા કામ કરી રહેલા બે વ્યક્તિઓ માટી નીચે દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. અકસ્માતને પગલે સુરક્ષાના માપદંડો સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો