Valsad / દમણગંગા નદીમાં નહાવા ગયેલા શ્રમિકનું અચાનક ડૂબી જવાથી મોત
વાપીના ચાણોદ ગામ પાસેથી પસાર થતી દમણગંગા નદીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરૂણ મોત ની

વાપીના ચાણોદ ગામ પાસેથી પસાર થતી દમણગંગા નદીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બ્રિજની કામગીરીમાં મજૂરી કરતા શ્રમિક નદીમાં નહાવા પડ્યા હતા, જ્યાં અચાનક પાણીમાં ગરકાવ થઈ જવાથી તેમનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ બ્રુદ્ધહન રાય તરીકે થઈ છે. તેઓ ચાણોદ વિસ્તારમાં ચાલી રહેલી બ્રિજની કામગીરીમાં મજૂર તરીકે કામ કરતા હતા. આજે તેઓ દમણગંગા નદીમાં નહાવા માટે ગયા હતા, પરંતુ નદીના ઊંડા પાણીમાં અચાનક ડૂબી જવાને કારણે તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા જ વાપી ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ નદીમાં શોધખોળ હાથ ધરીને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.



