VIDEO: મામલતદારનો આપઘાતનો મામલો બન્યો તપાસનો વિષય, ફોર્મ ચકાસણીના દ્રશ્યો CCTVમાં કેદ થયા હોવાની શક્યતા
વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર દ્વારા ટ્રેન નીચે પડતું મૂકીને કરવામાં આવેલી આત્મહત્યાનો મામલો હા
વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર દ્વારા ટ્રેન નીચે પડતું મૂકીને કરવામાં આવેલી આત્મહત્યાનો મામલો હાલ ભારે ચર્ચા અને તપાસનો વિષય બન્યો છે. ચર્ચા મુજબ, ચૂંટણી ફરજ દરમિયાન એક અપક્ષ નેતાનું ઉમેદવારી પત્રક રદ કરવા માટે તેમના પર ભારે રાજકીય દબાણ કરવામાં આવ્યું હતું. ફોર્મ ચકાસણી વખતે સર્જાયેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો કચેરીના CCTV અને ચૂંટણી વિડિયોગ્રાફીમાં કેદ થયા હોવાની શક્યતા છે.
આ સંજોગોમાં મામલતદારને માનસિક તાણ કે ધમકી આપનાર મોટા માથાઓ કોણ હતા, તે જાણવા તેમના કોલ ડિટેલ્સ અને ટેક્નોલોજીની મદદથી તપાસ જરૂરી બની છે. હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્ર અને અન્ય કર્મચારીઓ એકજૂટ થઈને મૃતક અધિકારીના પરિવારને ન્યાય અપાવશે કે પછી મોટા ગજાના નેતાઓના દબાણ હેઠળ આ પ્રકરણ દબાઈ જશે.



