મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર બે શખ્સો ફાયરિંગ કરી ફરાર

ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના રીબડા ગામમાંથી મોટા અહેવાલ સામે

ગુજરાત રાજ્યના  રાજકોટ જિલ્લાના રીબડા ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રીબડા ગામમાં  મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુકાનીધારી બે અજાણ્યા શખ્સોએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું 

ફાયરિંગ કરીને શખ્સો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા

ફાયરિંગ કરીને શખ્સો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ફાયરિંગની  ઘટનાની જાણ થતાં જયદીપસિંહ અને અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજિતસિંહ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં રેકોર્ડ થઈ હતી.

પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધિએ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી

પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધિએ પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી છે કે ફાયરિંગ કરનારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસો હોઈ શકે છે. ગોંડલ પોલીસે ફાયરિંગના કારણોની તપાસ શરૂ કરી છે અને અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો