મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જુનાગઢમાં હેલ્મેટધારી બે શખ્સો મહિલાના ગળામાંથી ચીલઝડપે ચેઈન લુંટી ફરાર

અવારનવાર લુંટારુઓ દ્વારા મહિલાઓને ટાર્ગેટ બનાવીને ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે.

અવારનવાર લુંટારુઓ દ્વારા મહિલાઓને ટાર્ગેટ બનાવીને ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવામાં આવતો હોય છે. એવામાં જુનાગઢમાંથી આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હોય છે અને એવામાં બાઈક પર સવાર બે અજાણ્યા શખ્સો આવીને મહિલાની ગળામાંથી ચેઈનને ચીલઝડપે લુંટીને ફરાર થઈ જાય છે.

આ પણ વાંચો : અમદાવાદની લોખંડવાલા હોસ્પિટલમાં દર્દીના સગાંએ ડોક્ટર પર કર્યો છરી વડે હુમલો

જૂનાગઢમાં કેશોદમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટી મોટરસાયકલ પર આવેલા હેલ્મેટધારી બે બાઈક સવાર લૂંટ કરી રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલાના ગળામાંથી 1.77 લાખની કિંમતનો 31 ગ્રામની ચેઇન ઝુંટવીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. કેશોદના અમૃતનગર અને જોલી પાર્ક વચ્ચે આ ઘટના બની હતી. આ સમગ્ર મામલે પોલીસે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ સમાચાર શેર કરો