VIDEO:સુરતમાં રસ્તા પર પાર્ક કરેલી બે કારમાં આગ લાગતાં આસપાસમાં મચી અફડાતફડી
સુરતમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં સુમ

સુરતમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં સુમુખ સર્કલ નજીક રોડ પર પાર્ક કરવામાં આવેલી બે કારમાં આગ લાગી ગઈ હતી. એક કારમાં બોનેટના ભાગે લાગેલી આગ નજીકમાં જ પાર્ક બીજી કારમાં પણ પ્રસરી ગઈ હતી. જેથી બન્ને કાર ભડકે બળી રહી હતી. જે અંગે સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસરે કહ્યું કે, કારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેથી ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. કારમાં ઘણું નુકસાન થયું છે.




